Saturday, July 25, 2009

હ્રદય

આ હ્રદયની સુની શેરીના રસ્તા પર
"હું" ફેરિયો કહે
લઈલો.. મુજ હ્રદય ઘણુ સસ્તુ છે
છે તડ એમા ઘણી બધી પણ
સો ટચનુ છે
''કોઇક''

Monday, July 20, 2009

સંયોગ

તમે નથી ચાહતા મને,

ને હું ચાહું છુ

કેવો વિચીત્ર સંયોગ છે,

કે પંખી ખેંચી રહ્યું છે એના પીંછા

એને ઉડવાનો સંકોચ છે.

''કોઇક''

Wednesday, July 15, 2009

રાત

શબ્દોને હુ ગઈરાતથી
ઘસ્યે જ રાખુ છુ,
કે એમને જોઈ સામે
લપસી ન જાય પાછા.

''કોઇક'

Monday, July 13, 2009

યાદ છે આપને.....

યાદ છે આપને
આપણે બંને મળતા હતા,
ગુંજારવ કરતા પ્રેમનોને
એકમેકમાં ખોવાતા હતા,
સ્પર્શ્ કરતો હું આપને ને
તમે રોમાંચિત થઈ જતા હતા,
પ્રેમના એક મીઠા ચુંબનને
ભરબજારે ચોડતા હતા,
બેસતા હતા એકજ બાંકડે ને
સમયને અવગણતા હતા,
ક્યા ગયુ મારુ એ સ્વપ્ન
એ સ્વપ્ન દેખાડનાર આપજ હતા,
દુનિયાના હજારોની વચ્ચે
ફક્ત મને આપ ચાહતા હતા,
હતુ ફક્ત નાનકડુ હ્રદય
પણ કેટલો પ્રેમ સમાવતા હતા,
અનેક એવા રસ્તા હતાજ્યા
ફક્ત હુ અને આપજ હતા,
એવીતો અનેક જગ્યાઓ છે
જ્યા આપ ને હુ સમય વીતાવતા હતા,
હર એક એજ જગ્યા છે પણ
અત્યારે આપની યાદોની રાખ છે .
"કોઇક"

Thursday, July 9, 2009

સાંજ

કબુલ્યુ હતુ કે આપના ખોળામાં
મસ્તક હોય ને સાંજ પડે,
થયુ છે બિલકુલ વિરુધ્ધ
મસ્તક હોય છે સાંજના ખોળામાં,
ને આપ શોધ્યા ન જડે

Friday, December 26, 2008

મુંબઈ હુમલા ના ૧ મહિના પછી અપણો દેશ આ જગ્યા એ ઉભો છે

લ્યો પાછું આ નવું વર્ષ આવી ગયું,
જુના મટ્યા નથી,ઘા નવા આપી ગયુ.
તાજ પર હૂમલો થયે મહિનો થયો,
ડર ગયો નથી,યુધ્ધ ઘરે આવી ગયુ.


"કોઈક"

Tuesday, December 16, 2008

"કોઇ"ક નવા વિચારો મારા અને એમના

દોટ મુકુ તોય ક્યાં પહોન્ચિ વળુ,
મનના તરંગોનુ ક્યાં માપ હોય છે.

પડયો છું હું આ જિંદગીના કિનારા પર,
કેમ કે એ બનિને આવિ ગયા ભરતી,જયારે નૈયા મારી સ્થિર હતિ
ને એ ઓટ બનિને ચાલ્યા ગયા, જયારે નૈયા મારી હાલક-ડોલક થઈ હતી.
મહેક બનિને એ આવી ગયા,જ્યારે મારે ત્યાં વસંત હતી
પાન બનીને વિખરાઇ ગયા, જયારે મારે ત્યાં પાનખર હતી ,
ફુલ લઈને આવી ગયા જયારે , પ્રેમની આસપાસ સુવાસ હતી.
આજે ફરી ફુલ લઈને આવી ગયા,ફરી એ દગો દઈ ગયા
જાણે કે મારી અહી કબર થવાની છે તેની તેમને ખબર હતી.

"કોઇક" કહે "જા"