Friday, December 26, 2008

મુંબઈ હુમલા ના ૧ મહિના પછી અપણો દેશ આ જગ્યા એ ઉભો છે

લ્યો પાછું આ નવું વર્ષ આવી ગયું,
જુના મટ્યા નથી,ઘા નવા આપી ગયુ.
તાજ પર હૂમલો થયે મહિનો થયો,
ડર ગયો નથી,યુધ્ધ ઘરે આવી ગયુ.


"કોઈક"

Tuesday, December 16, 2008

"કોઇ"ક નવા વિચારો મારા અને એમના

દોટ મુકુ તોય ક્યાં પહોન્ચિ વળુ,
મનના તરંગોનુ ક્યાં માપ હોય છે.

પડયો છું હું આ જિંદગીના કિનારા પર,
કેમ કે એ બનિને આવિ ગયા ભરતી,જયારે નૈયા મારી સ્થિર હતિ
ને એ ઓટ બનિને ચાલ્યા ગયા, જયારે નૈયા મારી હાલક-ડોલક થઈ હતી.
મહેક બનિને એ આવી ગયા,જ્યારે મારે ત્યાં વસંત હતી
પાન બનીને વિખરાઇ ગયા, જયારે મારે ત્યાં પાનખર હતી ,
ફુલ લઈને આવી ગયા જયારે , પ્રેમની આસપાસ સુવાસ હતી.
આજે ફરી ફુલ લઈને આવી ગયા,ફરી એ દગો દઈ ગયા
જાણે કે મારી અહી કબર થવાની છે તેની તેમને ખબર હતી.

"કોઇક" કહે "જા"